અમદાવાદમાં 15 મે સુધી કરવામાં આવ્યું સંપૂર્ણ લોકડાઉન, ફ્કત આટલી દુકાનો જ રહેશે ચાલુ, વાંચો તમે પણ


  • અમદાવાદમાં બેકાબૂ કોરોના વાયરસ સામે લડવા માટે વહીવટીતંત્રે 15 મે સુધીમાં સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. અમદાવાદમાં દૂધ-દવાની દુકાન સિવાય કિરાણા સહિતની તમામ દુકાનો આજથી બંધ રહેશે. જ્યારે અમદાવાદની રેડ ઝોનની તમામ બેંકો પણ બંધ રહેશે.

  • અમદાવાદના મનપા કમિશનર વિજય નેહરાના ક્વોરન્ટાઈન પછી સરકારે વરિષ્ઠ આઈએએસ અધિકારી અને પર્યાવરણ મંત્રાલયના અધિક મુખ્ય સચિવ ડો.રાજીવ ગુપ્તાને અમદાવાદની અનિયંત્રિત પરિસ્થિતિને અંકુશમાં લેવા વિશેષ જવાબદારી સોંપી છે અને મુકેશકુમારને મનપા કમિશનરનો હવાલો સોંપાયો છે. ડોક્ટર રાજીવ ગુપ્તા અને મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે બુધવારે તમામ ઝોનના નાયબ કમિશનરો અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કોરોનાને દૂર કરવા જરૂરી વ્યૂહરચના નક્કી કરી હતી.

  • અમદાવાદના મનપા કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે, આજે રાત્રે 12 વાગ્યા થી અમદાવાદમાં તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.  એમફક્ત દૂધ અને દવાની દુકાન જ ખુલ્લી રહેશે.  કિરાના સ્ટોર્સ પણ ખુલી શકશે નહીં.  શાકભાજી પણ વેચી શકાતા નથી. આ નિયમ 15 મે સુધી અમલમાં રહેશે.  આવતીકાલથી તમામ બેંકો પણ રેડ ઝોનમાં બંધ રહેશે. અમદાવાદમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને 9 હોસ્પિટલોને કોવિડ -19 હોસ્પિટલો જાહેર કરવામાં આવી છે.

  • નોંધપાત્ર વાત એ છે કે અમદાવાદ શહેરમાં 4 મેની સાંજથી 5 મેની સાંજ સુધીમાં કોરોના 349 નવા કેસ નોંધાયા છે અને 39 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 4425 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 39 પર પહોંચી ગયો છે.  જ્યારે 704 દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે.

Post a Comment

0 Comments